6 ઑગસ્ટ, 2012

સર એલેક્ઝાન્ડર ફ્લેમિંગ 6/8/2012

સર એલેક્ઝાન્ડર ફ્લેમિંગ
            (6 ઓગસ્ટ 1881-11 માર્ચ 1955) એક સ્કોટિશ જીવવિજ્ઞાની અને ફાર્માકોલોજિસ્ટ]હતા. ફ્લેમિંગે બેક્ટેરિયોલોજી, ઇમ્યુનોલોજી અને કિમોથેરાપી વિશે અનેક લેખો પ્રકાશિત કર્યા હતા. તેમના સૌથી જાણીતા સંશોધનોમાં 1923માં એન્ઝાઇમ લાઇસોઝાઇમની શોધ અને 1928માં ફુગપેનિસિલિયમ નોટાટમ માંથી એન્ટીબાયોટિક પદાર્થ પેનિસિલિનની શોધ સમાવેશ થાય છે, જેના માટે તેમને 1945માં હાવર્ડ વોલ્ટર ફ્લોરે અને અર્ન્સ્ટ બોરિસ ચેઇન સાથે સંયુક્ત રીતે ફિઝિયોલોજી અથવા મેડિસિનમાં નોબેલ પુરસ્કાર અપાયો હતો.
1999માં ટાઇમ મેગેઝિન એ ફ્લેમિંગને તેમની પેનિસિલિનની શોધ બદલ 20મી સદીના સૌથી વધુ મહત્વના 100 લોકોમાં સ્થાન આપ્યું હતું અને જણાવ્યું હતું, “આ એક એવી શોધ હતી જે ઇતિહાસનો પ્રવાહ બદલી નાખશે. ફ્લેમિંગે જેને પેનિસિલિન નામ આપ્યું હતું તે સક્રિય પદાર્થ ચેપ સામે લડવામાં અસાધારણ ક્ષમતા ધરાવતો હોવાનું સાબિત થયું હતું. તેની ક્ષમતા વિશે જ્યારે આખરે જાણકારી મળી અને વિશ્વમાં સૌથી વધુ કાર્યક્ષમ જીવનરક્ષક દવા તરીકે ઉભરી આવી ત્યારે પેનિસિલિને બેક્ટેરિયા આધારીત ચેપનો પ્રતિકાર કરવાની પદ્ધતિ જ બદલી નાખી હતી. સદીની મધ્યમાં ફ્લેમિંગની શોધના કારણે વિશાળ ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ ઉભો થયો હતો અને સિન્થેટિક પેનિસિલિન બનવા લાગ્યું હતું જેણે માનવજાત સામેના સૌથી પડકારજનક રોગ સામે લડવામાં મદદ કરી હતી જેમાં સિફિલિસ, ગેન્ગ્રીન અને ટ્યુબરક્યુલોસિસનો સમાવેશ થતો હતો
વધુ વાચવા ગણિત વિજ્ઞાન મંડળમાં થી ડાઉનલોડ કરો અને નિરાતે વાચો  

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો