27 ઑગસ્ટ, 2012

નીલ આર્મસ્ટ્રોંગ

Photo of Neil Armstrong, July 1969, in space suit with the helmet off
નીલ આર્મસ્ટ્રોંગ
   ચંદ્ર પર પ્રથમ પગ મુકનાર વ્યક્તિ કોણ જો એવો સવાલ તમને પૂછવા માં આવે આપણે થોડું પણ વિચાર્ય વગર કહી દઈએ કે નીલ આર્મસ્ટ્રોંગ ખરુને  તો આ વ્યક્તિ  એટલે કે નીલ આર્મસ્ટ્રોંગ નું ૨૫ ઓગસ્ટ નારોજ નિધન થયેલ છે જેમની થોડા દિવસ પહેલા બાયપાસ સર્જરી થઇ હતી અને થોડા દિવસ પહેલા તેમનો જન્મદિવસ ગયો હતો 
નીલ આર્મસ્ટ્રોંગનો જન્મ ૫ ઓગસ્ટ ૧૯૩૦માં અમેરિકાના ઓહિયો રાજ્યના વેપાકોનેટામાં થયો હતો. જુલાઈ ૧૯૬૯માં એપોલો-૧૧ મિશનમાં નેતૃત્વ કરતાં તે ચંદ્ર પર પગ મુકનાર પ્રથમ વ્યક્તિ હતા ત્યારે તેમણે કહ્યુ હતું કે “ મનુષ્ય માટે આ નાનકડું પગલું માનવ જાતિ માટે મોટી છલાગ સાબિત થશે


ચંદ્ર પર પ્રથમ ડગલું માંડનારા અમેરિકન અવકાશયાત્રી નીલ આર્મસ્ટ્રોંગનું ૮૨ વર્ષે નિધન થયું હોવાના સમાચાર પરિવારના સભ્યોએ આ હૃદયસ્પર્શી નિવેદન દ્વારા આપ્યા હતા
૧૬ વર્ષની ઉંમરે આર્મસ્ટ્રોંગને પ્લેન ઉડાવવાનું લાઇસન્સ મળ્યું હતું.
૬૦ કલાકની અંતરિક્ષ સફર બાદ તેઓ ચંદ્ર પર પહોંચ્યા હતા. ૧૯૬૯માં ૧૬મી જુલાઈએ એપોલો-૧૧ને અમેરિકાના કેનેડી સ્પેસ સેન્ટર ખાતેથી લોન્ચ કરાયું હતું.
૧૨ અમેરિકન અવકાશયાત્રી ૧૯૬૯થી ૧૯૭૨માં ચંદ્ર પર જઈ આવ્યા હતા, તેમાંથી આઠ જીવે છે.
૧૯૩૦
પાંચમી ઓગસ્ટે અમેરિકાના ઓહાયોમાં નીલ આર્મસ્ટ્રોંગનો જન્મ થયો હતો.
૧૯૪૯
અમેરિકી નેવી તરફથી કોરિયન યુદ્ધમાં ભાગ લીધો હતો. યુદ્ધ દરમિયાન તેમણે યુદ્ધવિમાનમાં ૭૮ વાર ફ્લાઇંગ કર્યું હતું.
૧૯૬૨
૧૭મી સપ્ટેમ્બરે નીલ આર્મસ્ટ્રોંગ અને અન્ય બે અવકાશયાત્રી સૌપ્રથમ વાર મીડિયા સમક્ષ આવ્યા.
૧૯૬૬
આર્મસ્ટ્રોંગે અંતરિક્ષમાં પહેલી વાર ઉડાણ ભર્યું હતું, ત્યારે તેમને કાર ચલાવતા નહોતું આવડતું. એ વખતે તેઓ નાસાના જેમિની-૮નું નેતૃત્વ કરી રહ્યા હતા.
૧૯૬૯
૨૦મી જુલાઈએ આર્મસ્ટ્રોંગે ચંદ્ર પર પગ મૂક્યો. ચંદ્ર પર પગ મૂકનાર સૌપ્રથમ માનવી બન્યા.
૧૯૭૨
અમેરિકાએ તેનાં ચંદ્ર અભિયાન પર પૂર્ણવિરામ મૂક્યું હતું.
૨૦૦૯
મિશનની ૪૦મી વર્ષગાંઠે પ્રમુખ બરાક ઓબામાએ નીલ આર્મસ્ટ્રોંગ સહિત અન્ય બે અવકાશયાત્રીનું સન્માન કર્યું હતું. નીલ જ્યારે ચંદ્ર પર હતા ત્યારે ઓબામા સાત વર્ષના હતા.
ગત પાંચમી ઓગસ્ટે ૮૨મો જન્મદિન ઊજવનારા આર્મસ્ટ્રોંગને હૃદયસંબંધી બીમારી હતી અને તાજેતરમાં જ હાર્ટસર્જરી કરાવી હતી પણ તેઓ અસ્વસ્થ હતા અને શનિવારે અવસાન પામ્યા
૧૯૬૯માં અમેરિકાના મૂનમિશન એપોલો-૧૧માં નીલ આર્મસ્ટ્રોંગ કમાન્ડર તરીકે ગયા હતા, તેમની સાથે અન્ય અવકાશયાત્રી એડવિન એલ્ડ્રિન પણ હતા. બંને અવકાશયાત્રીઓએ ચંદ્ર પર ત્રણ કલાક સુધી લટાર મારી હતી, પરંતુ 'જાયન્ટ લીપ' તરીકે ખ્યાતિ તો નીલ આર્મસ્ટ્રોંગને જ મળી અને ચંદ્ર પર પ્રથમ ડગલું ભરનાર મનુષ્ય તરીકે ઓળખાયા
ચંદ્ર પર નીલે ફરકાવેલો ધ્વજ ગાયબ
તાજેતરમાં જ નાસાએ ચંદ્રની સપાટી પરની જે તસવીરો લીધી છે તેમાં છ અમેરિકન ધ્વજ ચંદ્ર પર લહેરાઈ રહ્યા છે પણ તેમાં એપોલો-૧૧ મિશન વખતે નીલ આર્મસ્ટ્રોંગે ફરકાવેલો ધ્વજ ગાયબ છે. અમેરિકન સ્પેસક્રાફ્ટ છ વાર ચંદ્રની સપાટી પર ઊતરી ચૂક્યાં છે અને અવકાશયાત્રીઓએ ત્યાં દર વખતે પોતાના વિજ્ઞાાની અને ટેક્નોલોજીની સિદ્ધિની યાદમાં રાષ્ટ્રનો ધ્વજ ફરકાવ્યો છે. આ ધ્વજ ચંદ્ર પરનાં પ્રતિકૂળ વાતાવરણમાં પણ ફરકી રહ્યા છે.
અંત સુધી ટસના મસ ન થયા!
ચંદ્રની સપાટી પર ડાબો પગ મૂક્યા બાદ નીલ આર્મસ્ટ્રોંગના પ્રથમ શબ્દો હતા, That’s one small step for man, one giant leap for mankind' અર્થાત  'ચંદ્રની સપાટી પર મનુષ્યનું પ્રથમ ડગલું પણ માનવજાત માટે એક મોટી છલાંગ.' આ શબ્દો લોકોએ રેડિયો પર સાંભળ્યા હતા, પરંતુ ૧૯૬૯માં લેન્ડિંગ બાદ તેમણે તરત કહ્યું હતું કે, ''તેમના શબ્દોને ખોટી રીતે રજૂ કરાયા હતા. તેમણે ચંદ્ર પરથી That’s one small step for man, one giant leap for a mankind.' એમ કહ્યું હતું.'' આના પર રિસર્ચ પણ કરવામાં આવ્યાં હતાં. લોકો ભલે એમ કહેતાં કે તેમની સ્પીચમાં સ્વર 'ટ્વ'નો ઉપયોગ નહોતો કરાયો પણ તેમ છતાં કેટલાંક રિસર્ચ તેમના પક્ષમાં હતાં. આર્મસ્ટ્રોંગે જીવનની અંતિમ ક્ષણ સુધી પકડી રાખ્યું હતું કે, ચંદ્ર પરથી તેમણે આપેલી સ્પીચમાંથી એક શબ્દ ગાયબ થઈ ગયો હતો.
ચંદ્ર પર પોતાનો ક્લિયર ફોટો ન લઇ શક્યા
નીલે ચંદ્રની સપાટીને કોલસાની ધૂળ જેવી ગણાવી હતી. તેમનું સ્પેસક્રાફ્ટ જ્યાં ઊતર્યું હતું ત્યાં એક ફૂટ જેટલો ખાડો પડી ગયો હતો. આ ઐતિહાસિક પળને સ્પેસક્રાફ્ટ પર લગાવેલા કેમેરાએ કેદ કરી હતી. ચંદ્ર પર ઊતર્યા બાદ આર્મસ્ટ્રોંગે સૌપ્રથમ ચંદ્રની સપાટીની તસવીર લીધી અને તેની માટીના નમૂના એકત્રિત કર્યા, જોકે ચંદ્ર પર આર્મસ્ટ્રોંગની કોઈ સારી તસવીર લઈ શકાઈ નહિ, કારણ કે કેમેરા મોટા ભાગનો સમય તેમના હાથમાં જ રહ્યો હતો. આર્મસ્ટ્રોંગ પછી ૨૦ મિનિટ બાદ તેમના સાથી અવકાશયાત્રી એડવિન એલ્ડ્રિન ચંદ્રની જમીન પર ઊતર્યા હતા
.બોલપેને આર્મસ્ટ્રોંગનું મિશન સફળ બનાવ્યુંએપોલો-૧૧ સ્પેસક્રાફ્ટમાં બોલપેન અને ઓલ્ડ્રિનની કોઠાસૂઝે કામ કર્યું ન હોત તો આર્મસ્ટ્રોંગ, ઓલ્ડ્રિન અને માઇકલ કોલિન્સ અંતરિક્ષમાં જ મૃત્યુ પામ્યા હોત. આર્મસ્ટ્રોંગ અને ઓલ્ડ્રિને ચંદ્ર પર ઊતરવાના ઉત્સાહમાં એક સ્વિચ તોડી નાખી હતી, જે તેમને ચંદ્ર પરથી પાછા પૃથ્વી પર સલામત રીતે લઈ જવા માટે જરૂરી હતી, પરંતુ ઓલ્ડ્રિને કોઠાસૂઝ વાપરી પેનને તૂટેલી સ્વિચની જગ્યાએ લગાવી દીધી હતી, આમ સ્પેસક્રાફ્ટ ચંદ્રની સપાટી પરથી ટેકઓફ થવામાં સફળ રહ્યું હતું. થોડા સમય પહેલાં જ ઓલ્ડ્રિન (૭૬)એ ફિલ્મ પ્રોડયુસર્સને કહ્યું હતું કે, જ્યારે સ્વિચ તૂટી તો તેમના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. તે સ્વિચ કદાચ તેમાંના એક અવકાશયાત્રીના ડ્રેસને કારણે તૂટી હોઈ શકે.
અંતરિક્ષ કાર્યક્રમોમાં રાજકારણથી નિરાશ હતા નીલ
આર્મસ્ટ્રોંગ તેમનાં નિવૃત્ત જીવનમાં બહુ લાઇમલાઇટમાં રહ્યા નહોતા, પરંતુ લાંબા સમય બાદ તેમણે અંતરિક્ષ કાર્યક્રમો પર રમાઈ રહેલાં રાજકારણ અને હરીફાઈ પર ટિપ્પણી કરી આ બધાને તેમને તુચ્છ કક્ષાનું ગણાવ્યું હતું. સ્પેસ કાર્યક્રમો માટેની બરાક ઓબામાની નીતિ અંગે પણ તેમણે ચિંતા વ્યક્ત કરી હતી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો