21 સપ્ટેમ્બર, 2012

૨૨ સપ્ટેમ્બરે શરદ સંપાત દિવસ

કાલે દિવસ અને રાત સરખા

દિવસ અને રાત એક સરખા થતાં હોવાની ખગોળિય ઘટનાને શરદ સંપાત દિવસ તરીકે ઓળખવામાં આવે છે. શરદ સંપાત નિમિત્તે દિવસ અને રાત લગભગ ૧૨-૧૨ કલાકના થઇ જાય છે. તા. ૨૨ સપ્ટેમ્બરના રોજ આ રોમાંચક ખગોળિય ઘટના બનવાની છે. ત્યારે દિવસ ૧૨.૦૭ અને રાત ૧૧.૫૩ કલાકની રહેશે.

સૂર્યનારાયણ જે રસ્તે ચાલે છે તેને ક્રાંતિવૃત કહે છે. પૃથ્વીની વિષુવવૃતિય રેખા જ્યારે પણ આ કાલ્પનિક રેખાને સ્પર્શે ત્યારે શરદ સંપાતની ખગોળિય ઘટના સર્જાય છે. અને તેને કારણે દિવસ અને રાતનો સમય લગભગ એકસરખો જોવા મળે છે. , ગત વર્ષે ૨૩ સપ્ટેમ્બરે શરદ સંપાત દિનનું નિર્માણ થયું હતું તેમ આ વર્ષે ૨૨ સપ્ટેમ્બરે શરદ સંપાતની ખગોળિય ઘટના સર્જાશે.


ભારતીય સમય અનુસાર રાત્રિના ૮.૧૮ કલાકે સૂર્ય વિષુવવૃતની રેખાને પાર કરશે. અને કન્યા રાશિનો સૂર્યોદય વડોદરામાં સવારે ૬.૨૩ કલાકે જયારે સૂર્યાસ્ત સાંજે ૬.૩૩ કલાકે થશે. જેના કારણે દિવસનો સમય ૧૨.૦૭ કલાક અને રાત્રિનો સમય ૧૧.૫૩ કલાકનો રહેશે. અને દિવસ રાતના સમયમાં માત્ર ૧૪ મિનિટનો ફેર જોવા મળશે.શરદ સંપાતની ખગોળિય ઘટના સાથે સૂર્ય અને પૃથ્વીની અદ્ભૂત કળાઓ સ્પષ્ટ થાય છે. આ દિવસથી આપણી ત્યાં દિવસ ટૂંકો થશે અને રાત લાંબી થશે. સૂર્ય દક્ષિણ ગોળાર્ધ તરફ નમતો હોવાને લીધે દક્ષિણ ગોળાર્ધમાં દિવસ લાંબો થશે અને રાત ટૂંકી થતી જશે. અને આગામી તા.૨૧ ડિસેમ્બરથી સૂર્યનો રસ્તો ફરીથી ઉત્તર તરફ આગળ વધશે.

આ ખગોળિય ઘટનાને પગલે હવેથી આપણા ઘરોમાં દક્ષિણના દરવાજા અને બારીમાંથી વધુ પ્રકાશ ફેલાતો અનુભવાશે. હવામાં ઠંડક વધતી જશે અને પક્ષીઓ અને પતંગિયા દક્ષિણ તરફ જતાં દેખાશે. શરદ સંપાત હાલ તુલા રાશિના બદલે કન્યા રાશિમાં પ્રવેશ કરશે અને તેનું રાશિચક્ર દર ૬૦૦ વર્ષે બદલાતું હોય છે

17 સપ્ટેમ્બર, 2012

9 સપ્ટેમ્બર, 2012

ઓઝોન અવક્ષય


ઓઝોન અવક્ષય
ઓઝોન અવક્ષય ના બે તદ્દન જુદા, છતાં સંબંધિત નીરિક્ષણો છેઃ 1970ના દાયકાથી પૃથ્વીના ઊર્ધ્વમંડળ(ઓઝોન સ્તર)માંના ઓઝોનના કુલ કદમાં પ્રતિ દશકાએ 4% જેટલો ધીમો, સતત ઘટાડો, અને એ જ સમયગાળામાં પૃથ્વીના ધ્રુવીય પ્રદેશો પરના ઊર્ધ્વમંડળીય ઓઝોનમાં ઘણો મોટો, પણ મોસમી ઘટાડો. અહીં જે બીજી ઘટના વર્ણવી છે તેને સામાન્ય રીતે ઓઝોન છિદ્ર તરીકે સંબંધવામાં આવે છે. ઊર્ધ્વમંડળીય ઓઝોનઅવક્ષયની આ જાણીતી ઘટના ઉપરાંત, વસંત દરમ્યાન ધ્રુવીય વિસ્તારોની સપાટી નજીક ઘટતા અધોમંડળીય ઓઝોન અવક્ષયના બનાવો પણ નોંધપાત્ર છે.
ધ્રુવીય ઓઝોન છિદ્રો આકાર લેવાની ઝીણવટભરી પદ્ધતિ અને મધ્ય-અક્ષાંશ સાંકડા થવાની પ્રક્રિયા એકબીજાથી તદ્દન અલગ છે, પણ આણ્વિક કલોરિન અને બ્રોમિન ઉદ્દીપક થકી ઓઝોનનો નાશ એ બંનેમાં આકાર લેતી સૌથી અગત્યની પ્રક્રિયા છે.ઊર્ધ્વમંડળના આ હેલોજન અણુઓનો મુખ્ય સ્રોત કલોરોફલુરોકાર્બન (CFC) સંયોજનો, જે પ્રચલિત રીતે ફ્રેઓન્સ તરીકે ઓળખાય છે અને બ્રોમોફલુરોકાર્બન સંયોજનો, જે હૅલોન્સ તરીકે ઓળખાય છે તેનો ફોટોવિચ્છેદ છે. આ સંયોજનો સપાટી પર ધકેલાઈ જાય તે પછી તે ઊર્ધ્વમંડળમાં પરિવહન પામે છે. સીએફસી (CFCs) અને હૅલોન્સ બંનેના બહાર ધકેલાવાની પ્રક્રિયા વધવાથી, બંને ઓઝોન અવક્ષયની પદ્ધતિઓ પણ વધુ બળવાન બની છે. વધુ માહિતી માટે ગણિત વિજ્ઞાન મંડળ માંથી ડાઉનલોડ કરો 

અગસ્ત કેકુલે ૭/૯/૧૮૨૯

વિખ્યાત રસાયણ શાસ્ત્રી  એ રાસાયણિક સંરચના નો સિધ્ધાંત મુખ્યત્વ અગસ્ત ની દેન છે  કેકુલે ધ્વાર બેઝીન સબંધિત કાર્બનિક રસાયણ મા મહત્વનું ભાગ છે 
તેમનો જન્મ જર્મની મા ૭/૯/૧૮૨૯ દિવસે થયેલ હતો શરૂઆતના દિવસોમાં તેમને શિલ્પી બનવાની ખુબજ ઇચ્છા હતી પરંતુ  તે સમય દરમ્યાન તેમનો લીવીખ રસાયણ શાસ્ત્રી ના નજીક આવ્યા તેમની રસાયણ તરફની રુચિ વધારવા મદદ રૂપ થાય તેમની પ્રેરણા થી તે પેરીશ ગયા ત્યાં રેનો ફ્રેમી અને  બુર્તજ નું વ્યખ્યાયન સાંભળ્યા અને જ્હેરાર સાથે મિત્રતા થઇ ત્યાર બાદ તેઓ સ્વિઝરલેન્ડ અને ઇગ્લેન્ડ મા વધુ રસાયણ વિજ્ઞાનીક ના સપર્ક મા આવ્યા   ત્યાંથી હાઈડલબર્ગ એક નાની પ્રયોગ શાળા સ્થાપી ૧૮૫૮ મા ધેટ તથા ૧૮૬૫ મા બોનવિશ્વવિદ્યાલય મા અધ્યાપક રહ્ય   ૧૩ જુન ૧૮૮૬ ના દિવસે તેમનું નિધન થાયુ  
વધુ જાણવા માટે ગણિત વિજ્ઞાન માંડલ માંથી ડાઉનલોડ કરો  

ગણિતનો પ્રચાર પ્રસાર કેવી રીતે થયો તેની સપૂર્ણ માહિતી


ગણિત
ગણિત  જથ્થામાળખાંઅવકાશ અને વધઘટનો અભ્યાસ છે. ગણનાગણત્રી માપણીથી શરૂઆત કરીને નિષ્કરણ અને તર્કશાસ્ત્ર ગણિતના વિકાસના મુખ્ય પડાવો છે.
ગણિતને સદીઓથી એક ફિલસુફી તરીકે જોવામાં આવે છે. પ્લુટો અને તેમના જેવા ઘણા મહાન ગણિતજ્ઞોની ગણના ફિલસુફ તરીકે વધુ થાય છે. વિજ્ઞાનના વિકાસની સાથે ગણિત એ વિજ્ઞાનની ભાષા તરીકે ઊદય થયો. ગણિતને અત્યાર સુધી નેચરલ વિજ્ઞાનઍન્જીયરીંગ અને ભૌતિકશાસ્ત્રના પાયા તરીકે જોવામાં આવતું હતું પણ બાયો-ટેક્નોલોજી અને કમ્પ્યુટરના આવિષ્કારમાં ગણિતનો ફાળો જોઇને હવે તેને વિજ્ઞાનની તમામ શાખાઓના પાયા તરીકે સ્વીકારવામાં આવ્યા છે.
ગણિતનો અંગ્રેજી શબ્દ "mathematics"  ગ્રીક શબ્દ μάθημα (máthema) એટલે કે "વિજ્ઞાન" અને μαθηματικός (mathematikós) એટલે કે "શીખવાની ઈચ્છા રાખનાર" પરથી આવ્યો છે. ગણિતને અંગ્રેજીમાં ટૂંકમાં maths (Commonwealth Englishમાં) અથવા math (American Englishમાં) કહેવાય છે  હજુ વધુ માહિતી જાણવી હોય તો ગણિત વિજ્ઞાન મંડળ ના પૃષ્ટ માંથી ડાઉનલોડ કરીલો